Thursday, April 15, 2010

દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ

Note - This is not my creation. I took this content from different sources and combined it in my blog. Many of us have heard this song (Garabo) but the most of us don't know what it exactly mean. So I am sharing this with you. For the readers of my political experience "Sorry guys. You have to wait few more days. I will surely write about it soon."


"હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે,
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…"


પંક્તિ સાંભળીને એક વ્યક્તિ બોલી "આ શું બકવાસ છે? દૂધનું કદી તળાવ હોતું હશે..!? ને જો હોય તો મોતીની પાળ...!? જો દૂધનું તળાવ કરીએ તો સિમેંટની પાળ કરવી પડે, અંદરની બાજુથી ટાઈલ્સ લગાવી પડે, ઉપર થી એને બંધ કરવું પડે ને તાપમાન જાળવવું પડે. નહિતર ચાર કલાકમાં દૂધનું પનીર બની જાય."


ત્યારે એને સમજાવવા માટે એક ભાઈએ એમને વાત કહી કે -


' એકવાર નવરાત્રીમાં એક બાઈને ગરબા રમવાનું બહુ મન થયુ. ગરબા રમવા તો એ ચાલી જાય છે, પણ પોતાનાં દૂધ પીતા બાળકને ભૂખ્યું મૂકીને. ગરબે ઘેલી એ માતા જ્યારે મોડી રાત્રે ઘર તરફ આવી રહી હોય છે ત્યારે પોતાનાં ભૂખ્યાં બાળકને રડતું સાંભળતા એના મનમાં માતૃત્વના ભણકારા વાગી ઊઠે છે. એ હાંફળી-ફાંફળી દોડતી ઘરમાં આવે છે ને ઘરમાં જઈને રડતા બાળકને છાંતીએ વળગાડે છે. એને આમ અચાનક દોડતી આવેલી જોઈને એનો પતિ પણ એની પાછળ ઘરમાં આવે છે. માતૃત્વથી નીતરતી ને પોતાનાં બાળકમાં સંપૂર્ણપણે તન્મય થઈ ગયેલી એ બાઈ ઉતાવળમાં બાળકને ધવડાવતી વખતે પોતાની છાતી ઢાંકવાનું ભૂલી જાય છે નેદૃશ્ય એનો પતિ જોઈ રહે છે. માતૃત્વથી તરબતર પોતાનાં બાળકને માત્ર દૂધ જ નહિ, પરંતુ જાણે સાક્ષાત્ પ્રેમ ને મમતાનું અમૃતપાન કરાવી રહેલી પત્નીનાં ગળામાંની મોતીની માળા એના સ્તનની ફરતે ગોઠવાય જાય છે. મા-બાળકનાં વહાલનુંઅદભૂત દૃશ્ય જોઈને એનાં પતિનાં મ્હોંમાંથી સહજ શબ્દો સરી પડે છે કે “દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે, જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…

8 comments:

  1. saras chhe. kyaathi madyu?

    ReplyDelete
  2. good one.. not original though,,,, have heard this somewhere else as well.... still nice to remember this kind of things....

    ReplyDelete
  3. aah...nisha teacher ni yaad avi gayi...saras!!

    ReplyDelete
  4. jya pehla sambhalyu tu e akhu recording mast hatu!!!

    ReplyDelete
  5. this is taken from a Dayro....

    i have heard this...

    ReplyDelete